લુણાવાડા,તા.૩
ગઇ તા.૦૧/૦૭/૨૦૧૮ની રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમોએ ફરિયાદીના ખેતરમાં આવેલ ચંદનના ઝાડ નંગ-૭ કાપી લઇ જઇ ચોરી કરેલ જે બાબતે લુણાવાડા પો.સ્ટેમાં ગુનો ર.જી કરવામાં આવ્યું હતું.
જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.માલવિયા એલ.સી.બી. તથા એલ.સીબી સ્ટાફના માણસો લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો. જે દરમ્યાન બાતમી આધારે મધવાસ તરફના રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા જે દરમ્યાન એક સીલ્વર કલરની ટવેરા ગાડી આવતાં પોલીસની નાકાબંધી જોઇ ચાલકે ટવેરા ગાડી થોડે દૂર ઉભી રાખી દીધેલ અને ગાડીમાંથી ચાર ઇસમો ઉતરી ભાગવા લાગેલ જેથી તેઓનો પીછો કરી બે ઇસમોને પકડી લીધેલ અને બે ઇસમો નાશી ગયેલ પકડાઇ ગયેલ ઇસમો (૧) ઈમતીયાઝ નીઝામ ચાવાડા રહે.ચકલાસી વનીપરા,તા.ચકલાસી, જી.ખેડા (ર) મુખત્યાર ઉર્ફે ઝરખ ગુલામ શેખ રહે.આરામપુરા લુણાવાડા, જી.મહીસાગર નાઓ પાસેથી બે મોબાઇલ કિ.રૂપિયા ૧૦૦૦/- તથા ચંદનના લાકડા ૯૭ કીલો વજનના કિમત રૂ. ૩૮,૯૬૦/- તથા ટવેરા ગાડી કિમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩,૩૯,૯૬૦/-ના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢી આરોપીઓન વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.