(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુએ ગુરૂવારે ચૂંટણી પંચને લખીને ઘણા સ્થળોેએ ખામીવાળા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમએસ)ના અહેવાલો બાદ રાજ્યના આશરે ૧૫૦ બૂથમાં પુનઃમતદાનની માગણી કરી છે. ટેકનિકલ ખામીઓને કારણે વેડફાયેલો સમય સરભર કરવા માટે રાજ્યમાં મતદાનનો સમય લંબાવવાની પણ ચંદ્રાબાબુ નાયડુએ માગણી કરી છે. નાયડુએ જણાવ્યું કે મુખ્ય ચૂંટણી અધિકારી ગોપાલ કૃષ્ણ દ્વિવેદી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ગયા ત્યારે ઇવીએમ કામ કરી રહ્યું ન હતું. મતદાનની પ્રક્રિયા ધીમી અને મતદાન શરૂ થવામાં વિલંબ થયો હોવાથી ભારે સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધોને ભારે તડકામાં ઉભા રહેવું પડ્યું હતું. નાયડુએ એવું ટિ્વટ કર્યું કે ઇવીએમના રિપેરિંગ અને બદલવામાં આવ્યા બાદ મતદાન પુનઃશરૂ થયું ત્યારે ઘરે પાછા ગયેલા મતદારોમાંના ઘણા મતદારો મતદાન કરવા ફરી આવ્યા નહીં હોવાની સંભાવના છે. ટીડીપીના વડાએ જણાવ્યું કે દેશમાં ૨૨ રાજકીય પક્ષોએ વીવીપેટ સ્લિપની ખરાઇ કરવાની માગણી કરી છે. નાયડુએ જણાવ્યું કે તેઓ ઓછામાં ઓછી ૨૫ ટકા વીવીપેટ સ્લિપની ગણતરી કરવા માટે સમીક્ષા અરજી કરવાની વિચારણા કરી રહ્યા છે.
ચંદ્રબાબુ નાયડુ ઈવીએમની ખામીઓને કારણે નારાજ
(એજન્સી) અમરાવતી, તા.૧૧
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા)ના અધ્યક્ષ એન.ચંદ્રબાબુ નાયડુએ ગુરૂવારે ઘણા મતદાન કેન્દ્રો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) કામ ન કરતાં હોવાને કારણે નારાજગી વ્યક્ત કરી છે. નાયડુએ મીડિયા કર્મીઓને જણાવ્યું કે, ઘણા મતદાન કેન્દ્રો પર ઈવીએમ કામ ન કરતાં હોવાને કારણે ત્યાં મતદાન મોડા શરૂ થયું. જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી ગોપાલ કૃષ્ણ દ્વિવેદી મતદાન કરવા ગયા તો ત્યાં ઈવીએમ કામ કરતું નહોતું. ગઈકાલે આંધ્રપ્રદેશની રપ લોકસભા અને ૧૭પ વિધાનસભા બેઠકો માટેનું મતદાન ચાલી રહ્યું હતું. નાયડુએ ઉમેર્યું કે, ચૂંટણીપંચે ઓછામાં ઓછું હવે તો ઈવીએમ અંગે પોતાના વલણની સમીક્ષા કરવી જોઈએ. અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ કે, ઈવીએમમાં તકનિકી ખામીઓ અને ચેડાં થઈ શકે છે. એટલું જ નહીં. ટેકનોલોજીથી સભર દેશોમાં પણ ચૂંટણી માટે બેલેટ પેપરનો ઉપયોગ થાય છે. દેશના રર રાજકીય દળોએ માગણી કરી છે કે, ઓછામાં ઓછું વોટર વેરીફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપીએટી)ની ચિઠ્ઠીઓની તો ગણતરી થવી જ જોઈએ. તેઓ ચૂંટણી પંચની એ વાત સાથે સહમત નથી કે, વીવીપીએટીની ચિઠ્ઠીઓને ગણવામાં ૬ દિવસનો સમય લાગશે. સર્વોચ્ચ અદાલતે સોમવારે ચૂંટણી પંચને દરેક વિધાનસભા ક્ષેત્રના કોઈપણ પાંચ મતદાન કેન્દ્રો પર વીવીપીએટી ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે તાળો મેળવવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે રાજકીય દળોની ઓછામાં ઓછી પ૦ ટકા વીવીપીએટી ચિઠ્ઠીઓનો તાળો મેળવવાની માગણીને નકારી કાઢી હતી. નાયડુએ કહ્યું કે, ઓછામાં ઓછી રપ ટકા વીવીપીએટીની ચિઠ્ઠીઓનો તાળો મેળવવાની માંગ સાથે એક પુનર્વિચાર અરજી દાખલ કરવા અંગેનો અમે વિચાર કરી રહ્યા છીએ.
Recent Comments