પૂણે,તા.૧
ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આ માટે પૂણથી ભીમા કોરેગાવ સુધી બાઈક રેલી યોજી હતી. આ પહેલા એમણે જાહેર સભા માટે પોલીસ પાસેથી પરવાનગી માગી હતી પણ પોલીસે પવરાનગી આપી ન હતી. એમણે કહ્યું કે હું ફકત વિજય સ્તંભ જોવા ગયો હતો અને લોકો મારી સાથે અમસ્તે જોડાયા હતા.
મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આવેલ જયસ્તંભ સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ આપવા હજારો લોકો જેમાં મુખ્યત્વે દલિતો આવ્યા હતા. અને કોરેગાંવ ભીમા યુધ્ધની ર.૧થી વરસીએ શ્રધ્ધાંજલિ આપી હતી. ગયા વર્ષે આજના દિવસે પણ રેલી યોજાઈ હતી. જેમાં પછીથી હિંસા ફાટી નીકળતા એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. સરકારે પોતાના હિંસાએ પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પ૦૦૦ પોલીસ અધિકારીઓ, ૧ર૦૦ હોમગાર્ડ, એસઆરપીની ૧ર કંપનીઓ અને ર૦૦૦ દલિત વોલેટીયરો ગોઠવાયા હતા. જયસ્તંભ બ્રિટીશ સરકારે સ્થાળ્યું હતું પેશનાઓ અને બ્રિટશરો વચ્ચે થયેલ યુધ્ધમાં પેશનાઓની હાર થઈ હતી. આ યુધ્ધમાં બ્રિટીશ તરફથી દલિત હોય લડી હતી. બ્રિટીશરોએ એમને વિજયને શ્રેય આપ્યું હતું. અને યુધ્ધમાં શહીદ થયેલા સૈનિકોને અંજલિ સ્વરૂપે જયસ્તંભની સ્થાપના કરી હતી. સરકારે ઉરોકત પોલીસ બળ ઉપરાંત પ૦૦ સીસીટીવી કેમેરા, ૧ક્ષ ફોન અને ૪૦ વીડિયો કેમેરા નિગરાની માટે મુકયા હતા. સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. જો કે આ વખતે કાર્યક્રમ શાંતિથી પૂર્ણ થયો હતો.