(એજન્સી) તા.રપ
માયાવતી-અખિલેશ યાદવે ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવા અંગે પહેલા જ તમામ અટકળોને નકારી કાઢી છે. તેમનું માનવું છે કે, રાજ્યમાં કોંગ્રેસને કોઈ સમર્થન નથી અને સપા-બસપા ગઠબંધન આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સામેલ કરે તો બીજેપી વિરૂદ્ધ એમની લડત નબળી પડી શકે તેવી સંભાવના છે. થોડાક જ સમય પહેલાં ભીમ આર્મીમાં સામેલ થયેલ મનોજ ગૌતમ માને છે કે, ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર અને કોંગ્રેસ વચ્ચેની સંમતિથી સપા-બસપા ગઠબંધનને પશ્ચિમ યુપીમાં નુકસાન વેઠવું પડી શકે છે. ગૌતમ અનુસાર આઝાદે માયાવતીને સમર્થન કરવું જોઈએ. અહેવાલ મુજબ ચંદ્રશેખરે થોડાક દિવસ પહેલાં વારાણસીમાં પીએમ મોદી સામે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી અને તેમના ઉદ્દેશ્યો સ્પષ્ટ કરી દીધા હતા.
પીએમ મોદી દલિતોના દુશ્મન છે અને જ્યાં સુધી તેને રોકવામાં નહીં આવે ત્યાં સુધી બીજેપી શાસનમાં દલિતોનું શોષણ બંધ થશે નહીં એમ ચંદ્રશેખરે જણાવ્યું હતું. બસપા-સપા-કોંગ્રેસનો ઉદ્દેશ્ય બીજેપીને પરાજિત કરવાનો જ છે તો તેમણે મને સહકાર આપવો જોઈએ. પોતાના ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા બાદ ચંદ્રશેખરે માયાવતીને પાંચ વખત ફોન કર્યા હતા પરંતુ એમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. એમ ભીમ આર્મી વડા આઝાદે જણાવ્યું હતું. આઝાદે સક્રિય રાજકારણમાં પ્રવેશ સાથે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરવાનો તેમનો હેતુ અગાઉ જ સ્પષ્ટ કરી દીધો હતો. આઝાદના આ નિવેદન પાછળ મુખ્ય બે કારણો છે. પ્રથમ બીજેપી નેતાનું નિવેદન જેમાં તેમણે બંધારણ બદલવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું. બીજેપી દ્વારા દલિતો સાથેના અત્યાચારો બીજું કારણ છે. ગૌતમે જણાવ્યું કે, આ વર્ષે ફેબ્રુ.માં પીએમ મોદીએ વારાણસીના રવિદાસ મંદિરની મુલાકાત દરમિયાન અમારા ધર્મગુરૂઓ જે રીતે અપમાન કરવામાં આવ્યું. પીએમ બહારના હતા અમને અમારા જ મંદિરમાં અપમાનિક કરવામાં આવ્યા એમ ગૌતમે જણાવ્યું હતું.