(એજન્સી) મુંબઈ, તા.૮
જેએનયુમાં હિંસાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવા સોશિયલ મીડિયા પર અભિયાન ચાલી રહ્યું છે. જેએનયુમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા વિદ્યાર્થીઓ પાસે દીપિકા પાદુકોણ ઊભી હતી. તેની સામે દેશમાં ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ટોચની અભિનેત્રીએ રાજકારણને ટાળવું જોઈએ. જેએનયુમાં બુકાનીધારી હુમલાખોરો લોખંડના રોડ-ડંડા સાથે વિદ્યાર્થીઓ પર ત્રાટક્યા બાદ ઘાયલ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા દીપિકા પાદુકોણ જેએનયુ કેમ્પસ પહોંચી હતી અને વિદ્યાર્થીઓને મળી આશ્વાસન આપ્યું હતું. દીપિકાની આગામી ફિલ્મ છપાકના પ્રમોશનનો વિરોધ કરવા સોશિયલ મીડિયા પર આભિયાન ચાલી રહ્યું છે.