(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
શહેરના પુણા વિસ્તારમાં રહેતા પ્રેમી ઉપર પ્રેમીકાના પિતરાઇ ભાઇ અને તેના મિત્રે ચપ્પુ વડે હુમલો કરી ઢીક મુક્કીનો માર માર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણાગામ મોમાઈ નગરમાં રહેતા સુરજ વિજયભાઈ સિકરવારે આરોપી ચિરાગ દિનેશભાઈ સાલવી, અને તેના સાગરિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ સુરજે અશ્વિનીબેનની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની અદાવત રાખી અશ્વિનીબેનના કાકાના દીકરા ચિરાગ અને તેના મિત્ર ફરિયાદી સુરજ ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો તેમજ ઢીક-મુક્કીનો માર માર્યો હતો. બનાવ અંગે પૂણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. કાકાની દીકરી યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરી લેતા બન્ને પિત્તરાઈ ભાઈઓ અદાવત રાખી યુવક પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.