(સંવાદદાતા દ્વારા) સુરત,તા.ર
કંપનીમાંથી નોકરી છોડી દિધેલા કર્મચારીઓના પી.એફ. તથા પેન્શનના રૂપિયા ચાંઉ કનાર બે ફેક્ટરી માલિક સહિત ચાર લોકો વિરૂદ્ધ અધિકારીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘોડદોડ રોડ ઉપર આવેલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ક્ષેત્રીય કાર્યાલયના અધિકારી અમીત જૈન ઉમરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર સચીન જીઆઇડીસીમાં આવેલ શ્રી ચક્રચર સીન્થેટીક્સના પાર્ટનરલ ગીરીશ સી.રાખોલીયાની કંપનીમાં કામ કરતો કર્મચારી સુરેશ વણકરે નોકરી છોડી દીધેલ, તે દરમિયાન તેના કપાયેલ પી.એફ તથા પેન્શનના નામ ઉપર મળતા રૂપિયા ૩૪ હજાર અંગે નિયત ફોર્મ ભરી નોકરી છોડી ચુકેલ કર્મચારી સુરેશના ખાતાનો એકાઉન્ટ નંબર અંગેની જાણ કંપનીના પાર્ટનર ગીરીશ સી.રાખોલીયા નહી જણાવીને તેના મળતીયા સુરેશ રાયલાલ સાથે મળી તેનો બેન્ક ખાતુ ખોલાવીને છોડી દીધેલા કર્મચારી સુરેશ વણકર હોવાનું જણાવીને પી.એફ. તથા પેન્શનના રૂપિયા ૩૪ હજાર મેળવી લીધા હતા. જ્યારે યશ એન્ટરપ્રાઇઝના માલિક પંકજ સી.પટેલની કંપનીમાં નોકરી કરી ચુકેલા કર્મચારી ઉત્તમ શિત હરીપદી શિતના નામ ઉપર મળતા રૂપિયા અંગેના નિયત ફોર્મ ભરી તેના ખાતાનો નંબર નહીં જણાવીને તેના મળતીયા શોભનાલાલદાસ સાથે મળીને તેનું બેંક ખાતુ ખોલાવીને ફરિયાદી અમિત જૈન સામે નોકરી છોડી દીધેલ કર્મચારી ઉતમશિત હોવાનું જણાવીને પી.એફ તથા પેન્શનના રૂપિયા ૩૦ હજાર મેળવી લીધા હોવાનું બહાર આવ્યું હતું.