ભાવનગર, તા.૩
ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં ખુલ્લા છરા સાથે નીકળેલા ખેડૂતવાસના એક માથાભારે શખ્સે આતંક મચાવ્યો હતો અને ભયથી વેપારીઓએ પોતાની દુકાનો ટપોપટપ બંધ કરી દીધી હતી. આ મામલે સૌ વેપારીઓએ એકઠા થઈ બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ને લેખિતમાં રજૂઆત કરી આવારા તત્ત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી.
ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતો મયો ઉર્ફે એમ.પી. ગઈકાલ સાંજે બોરડીગેટ વિસ્તારમાં ખુલ્લા છરા સાથે નશાની હાલતમાં ગાળો બોલતો નીકળ્યો હતો અને વેપારીઓ પાસે પૈસાની માગણી કરતો હતો આ ઉપરાંત મફતમાં વસ્તુ પણ પડાવી લેતો હતો. આ ભયના માહોલ વચ્ચે વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.