અમદાવાદ, તા.૧
છારાનગરમાં થયેલ પોલીસ દમન મુદ્દે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ શર્મા , કાઉન્સીલરો સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોએ નરોડા વિસ્તારમાં આવેલ છારા નગર ના પીડિત વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. અમદાવાદના છારાનગરમાં રહેતા સામાન્ય પરિવાર ઉપર વિના કારણે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ આતંક કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહિ. કોઈપણ જ્ઞાતિમાંથી કોઈ એ પણ ગુન્હો કર્યો હોય તો એ ગુન્હેગારની સામે જરુર કાર્યવાહી કરવામાં આવે પરંતુ પોલીસના ધાડા લઈ જઈને સમગ્ર જ્ઞાતિ પર અત્યાચાર કરાય એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહિ. છારનગરમાં એક પ્રકારનો આતંક ઉભો કરવામાં આવ્યો હતો અને નિર્દોષ વ્યક્તિઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાની તેમજ વાહનો અને ગરીબ લોકોના જીવન નિર્વાહના સામાન્ય સાધનોને તોડી નાખવાની ઘટના એ શરમજનક બાબત છે અને નિર્દોષ લોકોને જે પણ નુકશાન થયું છે તે નુકશાનીનું વળતર સરકારે ચૂકવવું જોઈએ. છારાનગરમાં રહેતા વર્તમાન પત્રોના ફોટોગ્રાફર, ખુબ જ સારા નાટ્ય કલાકાર કે વકીલ જેવા પ્રતિષ્ઠિત અને નિર્દોષ વ્યક્તિઓને પણ બેફામ માર મારવામાં આવેલ છે. અને મિલકતોને નુકશાન કરવામાં આવ્યું છે તેના સામે સરકારે જાગૃત બનીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
છારાનગરમાં પોલીસે ગુજારેલ આતંક કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય

Recent Comments