(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૧
ભરૂચ એસ.ઓ.જી.એ ભરૂચ-નર્મદા ચોકડી ઉપરથી ચરસના ૭ કિલો જથ્થા કિ.રૂા.૭,ર૩,૬૦૦ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ભરૂચ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.
ભરૂચ એસ.ઓ.જી.ના પી.આઈ. પી.એન.પટેલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હે.કો.વરસનભાઈ શંકરભાઈ તથા પો.કો.મો.ગુફરાન મો.આરીફની બાતમીને આધારે ભરૂચ નર્મદા ચોકડી ઉપર એક ઈકો ગાડી નંબર જી.જે. જે.એચ.૯૭૬૦માંથી કુલ ૭ કિલો ર૩૬ ગ્રામ ચરસ કિં.રૂા.૭,ર૩,૬૦૦, રોકડ મોબાઈલ ફોન તથા ગાડીની કિંમત મળી કુલ ૧૦,૩૧,૯પપના મુદ્દામાલ સાથે ગાડીચાલક ફિરોજખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ગુલમહંમદ બલોચ (રહે.કુબેર પાર્ક, જીન્નત બંગ્લોઝ પાછળ જંબુસર બાયપાસ ચોકડી પાસે, કંથારીયા રોડ ભરૂચ) (મૂળ રહે. જોગેશ્વરી ઈસ્ટ મુંબઈ-૧૬)ને ઝડપી પાડ્યો હતો. કુલ રૂા.૧૦,૩૧,૯પપનો મુદ્દામાલ કબજે કરી તેમજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસુલ ઉર્ફે તારીક, ઈમરાનખાન હુશેનખાન પઠાણ ઉર્ફે થોબલી (રહે. બહારની ઉડાઈ, ભરૂચ) તથા મહંમદ ઉર્ફે બોબડા બાપુ શબ્બીર અલી સૈયદ (રહે.પીર કાઠી, માલીવાડ ભરૂચ)ને વોન્ટેડ જાહેર કરી ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.