National

રાહુલ ગાંધીની ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે મુલાકાત, બંને દેશોના ‘વિશેષ સંબંધો’ને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારતયાત્રાએ આવેલ ભૂતાનના વડાપ્રધાન ડાઓ શેરિંગ તોબગેની પોતાના નિવાસ સ્થાને મુલાકાત લઈ ભારત અને ભૂતાનના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાત કરી હતી. ગાંધીએ ટ્‌વીટ કરી જણાવ્યું કે, હું ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેને આને નવી દિલ્હીમાં મળ્યો અને બંને દેશોના ખાસ સંબંધોને મજબૂત કરવા સહિત વિવિધ વિષય મુદ્દે ચર્ચા કરી. નરેન્દ્ર મોદીના આમંત્રણથી ભૂતાનના વડાપ્રધાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. તેઓ શુક્રવારે મોદીને મળ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી.