અમદાવાદ,તા.૯
વડોદરા ખાતે યોજાયેલ નવમી ચિંતન શિબિરના ત્રીજા દિવસે શાસન પ્રણાલિને સકારાત્મક, નિર્ણાયક, પારદર્શી અને સતર્ક બનાવવાના આયામો અંગેના ચર્ચા સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચા સત્રમાં ભાગ લેતા કહ્યું કે, નાગરિક અધિકારપત્રના અસરકારક અમલ દ્વારા રાજયના નાગરિકોના પ્રશ્નો સમયમર્યાદા હલ કરવામાં આવી રહ્યા છે તેમણે સુશાસન માટે ટેકનોલોજીના અસરકારક વિનયોગ દ્વારા અધિકારીઓ સંવેદનશીલતા સાથે લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવે તેવું સુચવ્યું હતું. પટેલ નાગરિકોના રોજિંદા અને સતત ઉદ્‌ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે આલાયદી વ્યવસ્થા ઉભી કરવાની હિમાયત કરી જરૂરિયાતવાળા પ્રશ્નો પરત્વે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. પટેલ ઉમેર્યુ કે આના પરિણામે રાજય સરકારની પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાની પ્રતિતિ સાચા અર્થમાં નાગરિકોને થશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલ રાજયના વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ લશ્કરમાં સેવારત અને નિવૃત્ત કર્મીઓેને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા સુચવ્યું હતું.મુખ્ય સચિવ ડો.જે.એન.સિંધે ચર્ચા સત્રનું સમાપન કરતા કહ્યું કે, ઈ-ગવર્નન્સ સક્ષમ પ્રશાસન ટ્રલ તરીકે પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા સૌએ સ્વીકારી છે તે આનંદદાયક છે. તેમણે દરેક વિભાગમાં હયુમન ઈન્ટર ફેઈસ ઓછો થાય અને બહુધા પધ્ધતિ ઓનલાઈન થાય તે પારદર્શિતા અને સ્વચ્છ પ્રશાસનની નેમ સરકાર થશે તેવો મત દર્શાવ્યો હતો. મુખ્ય સચિવએ દરેક વિભાગોના અદના કર્મયોગીઓને પણ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે સજ્જ કરવાની દિશામાં જિલ્લા-વિભાગના વડાઓ નેતુત્વ કરે તેવું પણ પ્રેરક સૂચન કર્યું હતું.