(એજન્સી) પેરિસ, તા.૧પ
ફ્રાન્સમાં પાટનગર પેરિસના સબવે સ્ટેશને પ્રવાસીઓના સ્થળે એક હુમલાખોરે શુક્રવારે ચાકુ વડે સુરક્ષાકર્મી પર હુમલો કર્યો હતો. આ હુમલો લંડનમાં ભૂગર્ભ ટ્રેનમાં થયેલા ધડાકાના ૧ કલાક પહેલાં થયો હતો, જેમાં સૈનિક ઘવાયો હતો. ત્યારબાદ ફ્રાન્સે કાઉન્ટર ટેરેરિઝમની તપાસ આપી હતી. સૈનિકનો હુમલામાં આબાદ બચાવ થયો હતો. ઈસ્લામિક સ્ટેટના આઈએસઆઈએસના આતંકવાદીઓ દ્વારા પાછલા વર્ષોમાં થયેલા આતંકી હુમલા બાદ યુરોપના દેશોના પાટનગરો હાઈએલર્ટ પર રખાયા છે. હુમલાખોરોને ઘટના સ્થળેથી ઝડપી લેવાયો હતો. ત્રાસવાદના ઘાતકી હુમલા સામે તૈનાત કરાયેલ દળોએ હુમલાખોરને ઝડપી લેતાં સૈનિકનો બચાવ થયો હતો. આ હુમલો સવારે ૧૦ કલાકે થયો હતો. જે સબવે સ્ટેશનથી રોજ ૧૦ હજાર યાત્રાળુઓ અવર-જવર કરે છે. સરકારી સૂત્રોએ કહ્યું કે બનાવની તપાસ કાઉન્ટર ટેરેરિઝમ સેલ કરે છે. હુમલાખોર મોરોક્કોનો મૂળ વતની (૪૦) હતો. તેનું કોઈ ગુનાહિત ચિત્ર નથી. પોલીસે તેના સરનામે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. ઓપરેશન સેન્ટીનલ અન્વયે સૈન્ય સામે ૬ જેટલા હુમલાઓ થયા છે. ઓગસ્ટમાં પેરિસના પરા વિસ્તારમાં સૈનિકોની પેટ્રોલિંગ કાર પર એક વ્યક્તિએ કાર ચઢાવી દીધી હતી. ફ્રાન્સે જાહેરાત કરી હતી કે તે ૭ હજાર મજબૂત દળોને તૈનાત કરશે. ર૦૧પના વર્ષમાં ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાઓમાં ર૩૦ લોકોનાં મોત થયા હતા. લંડન-માન્ચેસ્ટર અને બ્રસેલ્સમાં પણ અડધા ડઝન લોકો આતંકવાદી હુમલાઓમાં માર્યા ગયા હતા. સીરિયા અને ઈરાકમાં ફ્રાન્સ દ્વારા આઈએસઆઈએસના અડ્ડાઓ પર હવાઈ હુમલા દ્વારા બોમ્બ વર્ષા કરાઈ હતી તેથી ત્રાસવાદી જૂથે તેના સાગરિતોને ફ્રાન્સને નિશાન બનાવવા કહ્યું હતું. ફ્રાન્સના ગૃહમંત્રી જેરાર્ડે કહ્યું કે આ વર્ષે ત્રાસવાદ ફેલાવાના ઘણા મોટા કાવતરાનો સલામતી એજન્સીઓએ પર્દાફાશ કર્યો હતો. સેન્ટીનેલી સૈનિકો પર હુમલાનું આ વ્યવસાયિક કાવતરું હોવાનું રક્ષા મંત્રી ફોલોરેન્સ પેર્લેએ આરોપ મૂક્યો હતો.