જૂનાગઢ, તા.ર
જૂનાગઢમાં દુકાન ભાડે આપવાની ના પાડતા છરી વડે હુમલાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં લક્ષ્મીનગર સોસાયટી આલ્ફા સ્કૂલ સામે રહેતા ગોપાલભાઈ હોતચંદ ભોજવાણી (ઉ.વ.૬૦)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે સરફરાઝ ઉર્ફે ડાબરો (રહે.જૂનાગઢવાળા) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના ફરિયાદીની દુકાન આરોપીને ભાડે આપેલ હોય અને ભાડે આપવાની ના પાડેલ હોય દરમિયાન આ કામનો આરોપી રૂા.૩૦ હજાર દેવા આવેલ અને ફરિયાદીએ કહેલ કે મારે ભાડે આપવાની નથી તેમજ તમો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો તેવું કહી દુકાન ભાડે આપવાની ના પાડતા ફરિયાદીને મૂંઢ મારમારી છરીથી ડાબા હાથે તથા ડાબા ખંભા ઉપર હુમલો કરી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૩ર૪, પ૦૬, ર જીપીએક્ટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે.ઓડેદરા ચલાવી રહ્યા છે.