જૂનાગઢ, તા.ર૮
માણાવદરમાં છરી વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં બે સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માણાવદરના બહારપરા વિસ્તારમાં રહેતા વિમલ ક્રાંતિલાલ સોંદરવા (ઉ.વ.ર૪)એ પોલીસમાં સાજીદ ઉર્ફે શબો મલેક તથા બ્રિજેશ ભરતભાઈ કણસાગરા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીએ મોટરસાઈકલ ફરિયાદીના ઘર પાસેથી પુરઝડપે નીકળવા બાબતે ફરિયાદીએ ઠપકો આપેલ. તે મનદુઃખના કારણે સાજીદ ઉર્ફે શબો મલેકે ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરી છરી વડે ગંભીર ઈજા પહોંચાડેલ અને જાતિ વિરૂદ્ધ અપમાનિત કરેલ. બ્રિજેશ ભરતભાઈ કણસાગરાએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ કેશોદના નાયબ પોલીસ અધિકારી ચલાવી રહ્યા છે.