ધાનેરા, તા.૧પ
ધાનેરા નગરપાલિકા પાસે આવેલ વ્હોરવાડમાં એક જર્જરિત મકાનનું રીપેરીંગ કામ ચાલુ હોય ૮ મજૂરો કામ કરતા હતા અચાનક બાજુના મકાનની દીવાલ તૂટી પડતાં ચાર માણસો દટાઈ ગયા હતા ચારેના ઘટનાસ્થળે મોત થયા હતા. આ ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ બળવંતરાવને થતા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ ધાનેરા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી આઠ પૈકી ચારના ઘટના સ્થળે મોત થયા હતા અને બેને ગંભીર ઇજા થઇ હતી
મકાન માલીક યાસીનભાઈ ઉસ્માનભાઈ આ ઘટના જોઇ હતપ્રભ થઈ ગયા હતા મૃતકોના નામ નીચે મુજબ છે
૧. હેમાભાઇ ઈસા જી ઠાકોર ગામ જડીયાલી (ઉમર વર્ષ ૩૫), ૨. પસાભાઈ લાધાભાઈ હરીજન ગામ યાવરપુરા (ઉવ૩૫), ૩. અમૃતભાઇ કચરાભાઈ હરીજન (ઉંમર વર્ષ ૨૮) ગામ સામરવાડા, ૪. ભાવાભાઈ ઓખાભાઈ માજીરાણા (ઉંમર વર્ષ ૨૮) ધાનેરાને ગંભીર ઈજા થયેલ તથા પરવિંનભાઈ અર્જુનભાઈ (ધાનેરા), ધારશીભાઇ માજીરાણા (ધાનેરા)ને ઈજા થયેલ.