(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૩
છાપી નજીક એકતા હોટલ સામે એક ઓટોરિક્ષા સહિત બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમા ઓટો માં સવાર પાલનપુરના શેખ પરિવાર ની બે મહિલાઓ સહિત ચારને ઇજાઓ પહોંચતા ઇજા ગ્રસ્તો ને તાત્કાલિક ૧૦૮ દ્રારા સારવાર અર્થે પાલનપુર સિવિલ માં ખસેડવા માં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવાર બપોર ના સુમારે સિધ્ધપુર તરફ થી પાલનપુર તરફ જતી ઓટો રીક્ષા ને બે કાર ચાલકો દ્રારા અડફેટે લેતા રીક્ષા માં સવાર યુસુફ કરીમભાઈ શેખ તેમજ તેમનો પુત્ર રિજવાન શેખ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે બે મહિલા ઓ ને સામાન્ય ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્રારા તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ માં ખસેડાયા હતા જોકે કાર ચાલકો અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હતા દરમિયાન મોડી સાંજ સુધી આ અકસ્માત ને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.