(એજન્સી)
હૈદરાબાદ, તા.ર૮
સોમવારે ર૧ વર્ષીય એક મહિલા પોતાના દર્દીની સારવાર કરી રહી હતી તે સમયે ઓસ્માનિયા જનરલ હોસ્પિટલની છત ધસી પડતા તેણીની ઘાયલ થઈ ગઈ છે. ઘાયલ મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી. તેણીનો એકસ-રે કરાવતા જણાયું કે, તેને સામાન્ય ઈજાઓ થઈ છે. ઓગસ્ટ મહિનામાં છત ધસી પડવાની આ ત્રીજી ઘટના હતી. આ જ પ્રકારની એક ઘટના ર૧ ઓગસ્ટના રોજ પણ ઘટી હતી. જ્યાં ઓર્થોપેડિક વોર્ડમાં એક છતનો ભાગ એક દર્દી પર પડ્યો હતો. આ પહેલાં ૧૩ ઓગસ્ટના રોજ હોસ્પિટલની બહાર દર્દીઓ માટેની ઈમારતની છત ધસી પડી હતી તેમાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ થયું ન હતું કારણ કે તે દિવસે સેવાઓ બંધ કરવામાં આવી હતી.