(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
બિહાના ત્રણ દિવસના પ્રવાસે આવનરા જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવે મીડિયાને જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ મહાગઠબંધન છોડ્યું તે અંગે તેઓ સામાન્ય લોકો સાથે વાત કરશે. એવું માનવામાં આવે છે કે, નીતિશ કુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવતા શરદ યાદવ નારાજ હતા. શરદ યાદવ હવે જન સંવાદ યાત્રા દ્વારા ઓછામાં ઓછા ૧૦ વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત લે તેવી સંભાવના છે. શરદ યાદવે જણાવ્યું હતું કે, અમે પાંચ વર્ષ માટે મહાગઠબંધનની રચના કરી હતી. જોકે, અધવચ્ચે જ મહાગઠબંધન તોડવાને કારણે અમે ૧૧ કરોડ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. બિહારના લોકોને મહાગઠબંધનને મત આપવાનું કહેનારાઓમાં હું પણ સામેલ છું. હું આ જવાબદારીને માનું છું.
શરદ યાદવે જણાવ્યું કે, લોકો અમને સહકાર આપ્યો અને અમારી સરકાર પાસે ઘણી અપેક્ષા રાખી હતી. વર્ષ ૨૦૧૫માં આરજેડી, જેડીયુ અને કોંગ્રેસ વચ્ચે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મહાગઠબંધનની રચના કરવામાં આવી હતી. પરંતુ બિહારના ઉપમુખ્યમંત્રી અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ બે અઠવાડિયા પહેલા જ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને બીજા જ દિવસે ભાજપ સાથે મળીને સરકાર રચી લીધી હતી. શરદ યાદવે જણાવ્યું કે, હું બિહારના લોકો પાસે જઇને મળીશ અને રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરીશ. મેં આ અંગે કોેઇ પૂર્વતૈયારી નથી કરી હુે દિવસરાત અહીં રોકાઇ લોકો સાથે આ મુદ્દે વાત કરીશ. પ્રથમ દિવસે શરદ યાદવ પટના, સોનપુર અને મુઝફ્ફરપુર જશે અને બીજા દિવસે તેઓ મુઝફ્ફરપુર,દરભંગા અને મધુબનીનો પ્રવાસ કરશે. સંવાદ યાત્રાના અંતિમ દિવસે શરદ સુપોલ, સહરસા અઇને માધેપુરનો પ્રવાસ કરશે.
છેડો ફાડવા શરદ યાદવનો સંકેત : ‘નીતિશ સરકારી જદયુમાં, હું લોકોના જદયુમાં’

Recent Comments