(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૮
ભારતે પાકિસ્તાનના આતંકી પ્રભાવિત વિસ્તારોમાં બોમ્બમારો કર્યાના બનાવને લઇને સમગ્ર દેશમાં તકેદારીને લઇને હાઇ એલર્ટ જેવી સ્થિતિ છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચેકીંગની સૂચનાઓ અપાતા રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને રણથી પાકિસ્તાનની સરહદ જોડાયેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રામાં આર્મીનો કેમ્પ પણ આવેલો છે.સુરેન્દ્રનગરે ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પીએસઆઇ જી.જી.પરમાર સહિતનાઓએ હિતેશ બલોલિયા, મસ્તાન ફકીર, સુનીલ સારોલા અને નવઘણ સુખાભાઇ ભરવાડને નશો કરેલી હાલતમાં પકડી લઇ પ્રોહિબીશન મુજબનો ગુનોએ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાયો છે.