ગાંધીનગર,તા. ૨૫
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતમાં બે તબક્કામાં નવ અને ૧૪મી ડિસેમ્બરે મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં આ વખતની ચૂંટણી ખુબ જ હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ પુરવાર થનાર છે. શાસનવિરોધી પરિબળો, પાટીદારોની નારાજગી, અન્ય જુદા જુદા સમુદાયની નારાજગી અને અન્ય શ્રેણીબદ્ધ પરિબળોના પરિણામ સ્વરુપે હાલત ખુબ જ કફોડી બનેલી છે. આવી સ્થિતિમાં પ્રતિષ્ઠા સમાન ચૂંટણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૧૧૬ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને ૬૦ બેઠકો અને જનતાદળ એનસીપી સહિત અન્યને છ બેઠકો મળી હતી. ભાજપને ૪૭.૯૦ ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને ૩૮.૯૦ ટકા મત મળ્યા હતા. પ્રથમ તબક્કામાં ૧૩મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે મતદાન યોજાયું હતું જેમાં રેકોર્ડ બ્રેકિંગ ૭૦.૭૫ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં પણ ઉલ્લેખનીયરીતે મતદાન થતાં એકંદરે બંને તબક્કામાં અમદાવાદમાં કુલ ૭૦.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં આ વખતની ચૂંટણી અલગરીતે સાબિત થનાર છે. ૪ કરોડ ૩૦ લાખ મતદારો આ વખતે વોટ કરી શકશે. વોટિંગની સાથે સાથે પરચીઓ પણ આપવામાં આવનાર છે. વીવીપેટને લઇને ઘણી ઉત્સુકતા પ્રવર્તી રહી છે. જે હેઠળ મતદાન કર્યા બાદ કાગળની પર્ચી પણ બનશે જેના ઉપર જે ઉમેદવારને મત આપવામાં આવશે તેનો ઉલ્લેખ અને ચૂંટણી પ્રતિક રહેશે. ઈવીએમમાં લગાવવામાં આવેલા કાચના એક સ્ક્રીન પર આ પરચી સાત સેકન્ડ સુધી જોઈ શકાશે.
૧૯૯૫ ચૂંટણી પરિણામ

વિધાનસભા બેઠક ૧૮૨
ભાજપ ૧૨૧
કોંગ્રેસ ૪૫
અન્યો ૧૬
ભાજપને મત ૪૨.૫૧
કોંગ્રેસને મત ૩૨.૯
૧૯૯૮ ચૂંટણી પરિણામ

વિધાનસભા બેઠક ૧૮૨
ભાજપ ૧૧૭
કોંગ્રેસ ૫૩
અન્યો ૧૨
ભાજપને મત ૪૪.૮૧
કોંગ્રેસને મત ૩૫.૨૮
૨૦૦૨ ચૂંટણી પરિણામ

વિધાનસભા બેઠક ૧૮૨
ભાજપ ૧૨૭
કોંગ્રેસ ૫૧
અન્યો ૦૪
ભાજપને મત ૪૯.૮૫
કોંગ્રેસને મત ૩૯.૫૯
૨૦૦૭ ચૂંટણી પરિણામ

વિધાનસભા બેઠક ૧૮૨
ભાજપને સીટો મળી ૧૧૬
કોંગ્રેસ ૬૦
અન્યો ૦૬
ભાજપને મત ૪૭.૯૦
કોંગ્રેસને મત ૩૮.૪૦
૨૦૧૨ ચૂંટણી પરિણામ
વિધાનસભા બેઠક ૧૮૨
ભાજપ ૧૧૭
કોંગ્રેસ ૫૯
ભાજપને મત મળ્યા ૪૯.૧૨
કોંગ્રેસને મત મળ્યા ૩૯.૬૩
અન્ય ૦૬