(એજન્સી)               દમાસ્કસ, તા.૩૦

દુનિયાની કેમિકલ શસ્ત્રોના નિષ્ણાતોની સંસ્થા ઓ.પી.સી.ડબ્લ્યુ (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપોન્સ) ખાતરી આપી છે કે સીરિયાના ખાન શૈખૌન શહેર પર ૪ એપ્રિલ ર૦૧૭ના રોજ થયેલ હુમલામાં સારીનનો ઉપયોગ થયો હતો. ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચાલતા સીરિયાના ગૃહયુદ્ધમાં દેશના ઈદબિલ પ્રદેશ પ્રમાણમાં વધુ હુમલાઓનો ભોગ બન્યો છે. સીરિયન એરબેઝ પર અમેરિકાએ મિસાઈલ સ્ટ્રાઈક કરી હતી જેમાં મોટા પ્રમાણમાં લોકો માર્યા ગયા હતા. ઓપીસીડબ્લ્યુએ નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ તારણ આપ્યું છે કે આ હુમલામાં સારીનનો ઉપયોગ થયો હતો. એફએફએમના તારણ મુજબ કેમિકલ શસ્ત્ર તરીકે સારીનનો ઉપયોગ થયો હતો. યુએનના અમેરિકી એમ્બેસેડર નીક્કી હેલીએ આ અંગે ર૯ જૂનના રોજ નિવેદન આપ્યું હતું કે, હાલ અમને આ નકાર્યા વગરના સત્યની જાણ છે. અમે સ્વતંત્ર તપાસ કરાવી ખાતરી કરવા માંગીએ છીએ કે આ ઘાતકી હુમલા માટે વાસ્તવમાં કોણ જવાબદાર હતા જેથી પીડિતોને ન્યાય મળી રહે. જેએનયુ અને ઓપીસીડબ્લ્યુ જે જેઆઈએમ તરીકે જાણીતી સંસ્થા આ ઘટના પર તપાસ કરી રહી છે.