(એજન્સી) ચેન્નાઈ, તા.૩૧
તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ફરીથી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. રવિવારે શરૂ થયેલ વરસાદ સોમવારે બપોર સુધી ચાલુ રહ્યો હતો. સોમવારે ૮ મિલિમીટર વરસાદ સાથે તોફાની હવાઓએ હાલતને વધારે મુશ્કેલ બનાવી દીધા હતા. સોમવારે ચેન્નાઈમાં ૩પથી પપ કિ.મી. પ્રતિકલાકની ઝડપે હવાઓ ફૂંકાઈ હતી. મોસમ વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. આને જોતા સરકાર અને પ્રશાસન એલર્ટ પર છે. વરસાદને જોતાં ચેન્નાઈના મોટાભાગની સ્કૂલ સોમવારે બંધ રહ્યા. પ્રશાસને ભારે વરસાદની ચેતવણીને જોતાં મંગળવારે શહેરની બધી સ્કૂલોમાં રજાની ઘોષણા કરી છે. ચેન્નાઈની સડકો પર જગ્યા-જગ્યાએ પાણી ભરાયા હોવાને લીધે લોકને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જગ્યા-જગ્યા ટ્રાફિકજામ લાગેલો છે. મોસમ વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં બનેલ તોફાનને કારણે રાજ્યમાં ધોધમાર વરસાદના હાલાત બન્યા છે. કોસ્ટલ વિસ્તારમાં વિશેષ રીતે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આગામી ર૪ કલાકમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ચેન્નાઈ, તિરૂવલ્લુર, નાગાપટ્ટનમ, કાંચીપુરમ, તંજૌરા અને રામનાથપુરમને ખાસ કરીને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. ડિસેમ્બર ર૦૧પમાં પણ ચેન્નાઈને પૂરનો સામનો કરવો પડ્યો હતો જેના લીધે ૭૦ લાખ લોકો પ્રભાવિત થયા હતા અને આશરે ૧પ૦ લોકોના મોત નિપજ્યા હતા.