અમદાવાદ,તા.ર
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા પ્રથમ ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ ર૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તા.પથી ૧ર ઓકટોબર, ર૦૧૮ દરમ્યાન કર્ણાવતી કલબ અમદાવાદ ખાતે વર્લ્ડ ચેસ ફેડરેશન તેમજ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ રમાશે. આ ટુર્નામેન્ટમાં લગભગ ૮૦૦ જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેશે.
• પ્રથમ ‘એ’ કેટેગરીમાં ર૦૦૦થી ઉપર રેટીંગ ધરાવતા ખેલાડીઓ ભાગ લેશે. આ કેટેગરીમાં લગભગ ૧પ જેટલા દેશોમાંથી જીએમ/આઈએમ/ ડબલ્યુજીએમ તેમજ ડબલ્યુઆઈએમ ભાગ લેવા આવશે. કુલ ૬૦ જેટલા જીએમ/આઈએમ/ ડબલ્યુજીએમ તેમજ ડબલ્યુઆઈએમ આ કેટેગરીમાં ભાગ લેશે. જીએમ ક્રેસ્ટીવ માર્ટીન (યુક્રેન) રેટીંગ-ર૬પ૪, જીએમ એમોન્ટોવ ફારૂક (તઝાકિસ્તાન) રેટીંગ-ર૬૧પ, જીએમ પોપોવ ઈવાન (રશિયા) રેટીંગ-ર૬૦૯, જીએમ એલેક્ષેન્ડર પ્રેડકે (રશિયા) રેટીંગ-ર૬૦૬, જીએમ બર્નાન્સકી વિટાલી (યુક્રેન) રેટીંગ રપ૮૬, જીએમ લલીથ બાબુ (ભારત) રેટીંગ-રપર૭, જીએમ બાબુજીઆન લીવોન (અર્મેનિયા) રેટીંગ-ર૪પ૯, જીએમ સુન્દરાજન કિદંબી(ભારત) રેટીંગ-ર૪૪પ તેમજ ડબલ્યુજીએમ મેરી એન ગોમ્સ (ભારત) રેટીંગ-રર૯૮, ડબલ્યુજીએમ ટોમા કેટાર્ઝના (પોલેન્ડ) રેટીંગ-રર૭૪, ડબલ્યુજીએમ સ્વાતિ ધાટે (ભારત) રેટીંગ-રર૧પ, ડબલ્યુજીએમ કિરણ મનિપા મોહન્તી (ભારત) રેટીંગ-ર૧૪૭, ડબલ્યુઆઈએમ શ્રીજા શેશાદ્રી (ભારત) રેટીંગ-રરપપ, ડબલ્યુઆઈએમ વી.પી. નંધીયા (ભારત) રેટીંગ-રરપ૩ વગેરે જેવા ખ્યાતનામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. તદઉપરાંત ગુજરાત તરફથી મયુર પટેલ, હેમલ થાનકી, જલ્પન ભટ્ટ, જોય ચૌહાણ, દર્પણ ઈનાની, મોક્ષ દોષી જેવા ગુજરાતના જાણીતા ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
અજયભાઈ પટેલ (પ્રેસિડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન) તથા અન્ય મહાનુભાવો દ્વારા આ ટુનાર્મેન્ટનું ઉદઘાટન તા.પ ઓકટોબરના રોજ કરવામાં આવશે.
કુલ રૂા.ર૦ લાખના ઈનામો વિજેતા ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવશે.