(એજન્સી) વોશિંગ્ટન,તા.ર૬
શિકાગોમાં આવેલા હેલ્થ ટેક સ્ટાર્ટ અપના ભારતીય મૂળના ૩ પૂર્વ અધિકારીઓ પર સંઘીય અધિકારીઓ દ્વારા છેતરપિંડીની એક યોજનામાં તેમની કથિત ભૂમિકાઓ બદલ તેમના પર આરોપ મુકવામાં આવ્યો છે કે જેમાં કંપનીનું ખોટું નાણાકીય પ્રદર્શન કરવા માટે ૧ બિલિયન અમેરિકી ડોલરની છેતરપિંડી કરવાની બાબત સામેલ છે. આ નાણાંનો ઉપયોગ આ કર્મચારીઓએ પ્રાઈવેટ ઈકિવટી માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ છેતરપિંડીમાં હેલ્થ સ્ટાર્ટ અપના સહ-સ્થાપક ઋષિ શાહ (૩૩ વર્ષ), શ્રદ્ધા અગ્રવાલ (૩૪ વર્ષ) અને ભૂતપૂર્વ કાર્યવાહી આશિક દેસાઈ (ર૬ વર્ષ) સહિત કુલ ૬ વ્યકિતઓના નામ સામે આવ્યા છે. કે જેઓએ કંપનીના ગ્રાહકો, ધીરનારાઓ અને રોકાણકારોને નિશાન બનાવ્યા છે. આ જાણકારી સોમવારે અમેરિકી ન્યાય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ન્યાય વિભાગના ગુનાહિત ડિવિઝનના પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ જહોન પી. ક્રોનને જણાવ્યું કે, આ કંપનીના ભૂતપૂર્વ અધિકારીઓ અને કર્મચારીઓએ કથિત રૂપે ધીરનારાઓ, રોકાણકારો અને પોતાના ઓડિટરને ખોટી નાણાકીય રકમ દર્શાવી હતી, કે જેથી તેઓ વધારાનો લાભ મેળવી શકે.