(એજન્સી) તા.૧૦
મધ્યપ્રદેશના માલવા વિસ્તારમાં આવેલ નિયમના એક RTI ચળવળકારીએ દાવો કર્યો છે કે એમને આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ રિઝર્વ બેંકે માહિતી આપી છે કે ચાલુ નાણાંકીય વર્ષની પ્રથમ તિમાહીમાં જાહેર ક્ષેત્રની બેંકો સાથેની છેતરપિંડીના ર૪૮૦ કેસો નોંધાયા છે જેમાં ૩૧૮૦૦ કરોડ રૂપિયાના નાણાં ફસાયા છે. ચળવળકારી ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે મને RTI દ્વારા આ માહિતી મળી છે. છેતરપિંડીના કેસો ઉપરાંત મેં બેંકોને થયેલ નુકસાન બાબતે પણ પૂછયું હતું.
સૌથી વધુ છેતરપિંડીના કેસો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે થયેલ છે. કુલ ૧૧૯૭ કેસોમાં ૧ર,૦૧ર.૭૭ કરોડ રૂપિયા સલવાયા છે. બીજા ક્રમે અલ્હાબાદ બેંક છે જેમાં ૩૮૧ કેસો નોંધાયા છે અને ર૮પપ કરોડ રૂપિયા ફસાયા છે. ત્રીજા ક્રમે પંજાબ નેશનલ બેંક છે જેના ૯૯ કેસો છે જેમાં રપર૬ કરોડ રૂપિયા ફસાયા છે.
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે કુલ ૧૮ બેંકો સાથે છેતરપિંડી થઈ છે. ઇમ્ૈં એ બેંકોને થયેલ નુકસાનની માહિતી આપી નથી.
જાહેર ક્ષેત્રની બેંકો સાથે છેતરપિંડી યથાવત્ FY20ના પ્રથમ ક્વાર્ટરમાં છેતરપિંડીના ર૪૮૦ કેસો નોંધાયા

Recent Comments