દર વખતે શિયાળો અમેરિકાના શિકાગો પંથક પર ભારે પડી રહ્યો છે. આ સિઝનમાં સતત હિમવર્ષા થઈ ચૂકી છે અને હજીયે શિયાળો ઓસરે તેવા કોઈ એંધાણ નથી. આ દરમ્યાન શિકાગોનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે ત્યારે જંગલ વિસ્તારમાં તો કેવી નિર્જન સ્થિતિ હોવાની ? પરંતુ આ તસવીરના પ્રકૃતિ પ્રેમી તસવીરકારે આવા ઘટાટોપ શિયાળામાં પણ જ્યારે જીવન શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક હરણો આ રીતે ખોરાકની શોધમાં મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વન વિભાગના અધિકારીઓ જંગલમાં વસતા પ્રાણીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરે છે જેથી વન્ય પ્રાણીઓ આવી ભારે હિમવર્ષામાં ભૂખે ન મરે. આવા જ ખોરાકની શોધમાં ઉપરોકત હરણો આવી ચડયા ત્યારે સૂમસામ જંગલ આ રીતે જીવંત બની ગયું હતું.