નવી દિલ્હી, તા.૨૩
લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાને કોંગ્રેસની તરફથી રાષ્ટ્રીય સુરક્ષા પર દષ્ટિપત્ર તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી તેને લઈને અરૂણ જેટલીના હુમલા પર પલટવાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે શનિવારે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપને કોઈ સલાહની જરૂર નથી કારણ કે તેમની પાસે નરેન્દ્ર મોદી છે.
પૂર્વ નાણી મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું, ‘જેટલીજીએ લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડા પાસે રાષ્ટ્રિય સુરક્ષા પર સલાહ આપવાના આગ્રહને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પણ તેણે એમ પણ કહેવું જોયતું હતું કે ભાજપને કોઈ સલાહની જરૂર નથી કારણકે તેમની પાસે મોદીજી છે.’
ચિદમ્બરમે જણાવ્યું, ‘ભાજપને આરબીઆઈનું નેતૃત્વ કરવા માટે રધુરામ રાજન જેવા વ્યક્તિની જરૂર નથી કારણ કે તેમની પાસે મોદી જી છે. ભાજપને રાષ્ટ્રીય આંકડાકીય કમિશનની જરૂર નથી કારણ કે તેમની પાસે મોદી જી છે. હકીકતે ભાજપને કેબિનેટની જરૂરત નથી કારણ કે તેમની પાસે મોદી છે.
હકીકતે જેટલીએ શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હુડ્ડાની સેવા લેવાના પગલાથી એ સંકેત મળે છે કે કોંગ્રેસ પાર્ટી મોડે મોડે ખરી પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી તે વાત માની રહી છે. મહત્વનું છે કે હુડ્ડા સર્જિકલ સ્ટ્રાઈકના સમયે સેનાની ઉત્તરી કમાન્ડના પ્રમુખ હતા અને તે અભિયાન પર નજર રાખી રહ્યા હતા.
ભાજપને કોઇ સલાહની જરૂર નથી કારણ કે તેમની પાસે નરેન્દ્ર મોદી છે : પી.ચિદમ્બરમ્

Recent Comments