(એજન્સી) તા.ર૪
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે બુધવારે કહ્યું હતું કે સનદી સેવાઓની પરીક્ષામાં ઉર્તીણ થયેલા ઉમેદવારોને કેડર અને સેવાઓની ફાળવણીના નિયમોમાં ફેરફાર ગેરબંધારણીય છે. તેમણે બ્લોક પોસ્ટમાં પ્રશ્ન પૂછયો હતો કે, ‘શું કેન્દ્ર સરકાર ફરી એકવાર નિયમોનું ભંગ કરવા ઈચ્છે છે’ અને જો હા તો શા માટે ? આ અઠવાડિયાની શરૂઆતમાં સેવા અહેવાલો આપ્યા હતા કે કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગે કેડર નિયંત્રિત કરતા મંત્રાલયોને પૂછયું હતું. કે શું સેવાઓ અને રાજયોની ફાળવણી ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કરવા પછી કરી શકાય અને આ કોર્સમાં ઉમેદવારે કરેલા દેખાવને પણ એક પરિણામ તરીકે ગણવામાં આવે ચિદમ્બરમે કહ્યું હતું કે સેવાઓની ફાળવણી વખતે ફાઉન્ડેશન કોર્સના માર્કસ ધ્યાનમાં લેવાથી વ્યકિતગતતાને પ્રોત્સાહન મળશે અને તે અનિચ્છનીય છે, અને આ પ્રસ્તાવિક ફેરફાર બંધારણના આર્ટિકલ ૩ર૦નો ભંગ કરે છે. આર્ટિકલ ૩ર૦ મુજબ કેન્દ્ર અને રાજયના પબ્લિક સર્વિસ કમિશનો કેન્દ્ર અને રાજયોની સેવાઓ માટે પરીક્ષાઓ લેશે ચિદમ્બરમે કહ્યું હતું કે હાલમાં ફકત યુ.પી.એસ.સી. દ્વારા જ સેવાઓ માટે નિમણૂક કરવામાં આવે છે તેના પર સરકાર દ્વારા આપવામાં આવતા ફાઉન્ડેશન કોર્સના માર્કસના કારણે અસર પડશે. બીજી વાત એ કે તેનાથી અનાયિત્વ અને વસ્તુલક્ષીના પર પણ અસર પડશે સેવાઓની અને કોર્સની ફાળવણીમાં સરકાર અને વ્યકિતગતતાની પસંદગીને વધારે મહત્વ મળશે અને આ સ્પષ્ટ રીતે ખતરારૂપ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ફાઉન્ડેશન કોર્સના જે ૪૦૦ માર્કસ છે તેનો ઉપયોગ બેંચમાં અંદરોઅંદર વરિષ્ઠના નકકી કરવા માટે થાય છે.