(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે સત્ય કહેનાર અર્થશાસ્ત્રીઓની વાત સાંભળવી જોઈએ. ચિદમ્બરમ ત્રણ અર્થશાસ્ત્રીઓ અરવિંદ પનાગારિયા, રઘુરામ રાજન અને અરવિંદ સુબ્રમણ્યમે કરેલ ટિપ્પણીઓનો ઉલ્લેખ કરી પોતાનું નિવેદન આપ્યું હતું. ડૉ.અરવિંદ પનાગારિયાએ સરકારની વેપાર નીતિ જે ખામીયુક્ત હતી. એની ટીકા કરી હતી અને કહ્યું કે, સરકારે આયાતના ફેરબદલમાં ખૂબ જ ઉતાવળ કરી છે. ડૉ.રઘુરામ રાજનની વાત કરતા ચિદમ્બરમે કહ્યું કે, રાજને સલાહ આપી હતી કે, સરકારે વિરોધ કરનારાઓને સહન કરવું જોઈએ. જેના દ્વારા સમાજને જ્ઞાન મળે છે અને નવા વિચારો મળે છે. ડૉ.અરવિંદ સુબ્રમણ્યમની વાત કરી એમણે કહ્યું હતું કે, અરવિંદને દુઃખ હતું કે, સરકાર એમની સલાહોને માનતી ન હતી. એટલે સુધી કે નોટબંધી કરતી વખતે પણ એમની સલાહ લેવાઈ ન હતી. ચિદમ્બરમ અરવિંદ પનાગારિયાના લેખનો સંદર્ભ આપી જણાવી રહ્યા હતા જે લેખ એમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લખ્યું હતું. એમાં એમણે લખ્યું છે કે, સરકારની આયાતનીતિથી અર્થતંત્ર આસમાનથી પડી સીધી ધૂળમાં મળી જશે.