(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કોંગ્રેસે આધાર બાબત સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું સ્વાગત કર્યું છે. સુપ્રીમ કોર્ટે આધાર કાયદાની કલમ પ૭ રદ કરી છે જેમાં ખાનગી સંસ્થાઓને આધાર મેળવવા મંજૂરી અપાઈ હતી. ચિદમ્બરમે કહ્યું કે, એનાથી મોદી સરકારની સત્તાના દુરૂપયોગનો અંત આવશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભાજપ માટે મોટા આઘાત સમાન છે કારણ કે એ આધાર દ્વારા સામૂહિક રીતે લોકો ઉપર નિગરાની રાખવાના પ્રયાસો કરતા હતા. જે કાર્ય એ ખાનગી કંપનીઓ દ્વારા આધાર મેળવી કરાવવા ઈચ્છતા હતા.