કોબા સર્કલ પાસે રિક્ષા પલટી ખાતા ચારને ઈજા

અમદાવાદ,તા.

વીઆઈપી કલ્ચરને દૂર કરવા માટે તાજેતરમાં નેતાઓની કાર પરથી લાલ લાઈટ કાઢી લેવાઈ હતી. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર ઉપર લાલ લાઈટ હોય કે હોય પણ રૂપાણીએ કોમનમેનની જેમ  અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વ્હારે આવી તેમણે સારવાર માટે કાર આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે આવી રહ્યા હતા. ત્યારે કોબા સર્કલ નજીક રિક્ષા પલટી ખાઈ ગયેલી જોઈને તેમણે તરત પોતાનો કાફલો રોકી દીધો હતો. ત્યાર બાદ તેઓ પોતાના કાફલા સાથે નીચે ઉતરીને રિક્ષા નજીક જાતનિરીક્ષણ કરવા ગયા હતા. જયાં અકસ્માતમાં ત્રણ મહિલા અને એક બાળકીને ઈજા થઈ હતી. એટલે તેમણે તરત પોતાના કાફલામાંથી એક કારમાં ચારેય ઈજાગ્રસ્તોને બેસાડી કાર ચાલકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની સૂચના આપી હતી. અત્રે નોંધનીય છે કે  માર્ગ અકસ્માતમાં મુખ્યમંત્રી રૂપાણી બીજીવાર ઈજાગ્રસ્તોની વ્હારે આવ્યા હતા. અગાઉ પણ રોડ અકસ્માતમાં એક બસ પલ્ટી ખાઈ જતા મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો કાફલો અટકાવી તેમની મદદમાં લાગી ગયા હતા.