શિકાગોમાં આવેલ બોટાનિક ગાર્ડનને સુંદર તસવીરો લેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કહી શકાય. આ ગાર્ડન ૩૮પ એકર જમીન પર ફેલાયેલું છે જેમાં વિવિધ પ્રકારના લાખો છોડ અને ફૂલો પથરાયેલા જોવા મળે છે. અહીંના રોઝ ગાર્ડન, ઈંગ્લીશ ગાર્ડન અને સુંદર શ્વેત છત્ર હેઠળ આવેલા તળાવમાં આર્ટ ફેસ્ટિવલ, વિસ્કોન્સિન ઈલિનોઈસ લીલી સોસાયટી શો તથા ટ્રી વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં પ્રવેશવાનો માર્ગ ભૂલભૂલામણી જેવો છે જે તમારા ધૈર્યની પરીક્ષા લેતો હોય તેવું લાગે પરંતુ જ્યારે તમે આ ગાર્ડનમાં પ્રવેશો ત્યારે અહીંનો નજારો તમને બધું જ ભૂલીને કુદરતનું સાનિધ્ય માણવા આકર્ષશે. આ અત્યંત સુંદર એવા બોટાનિક ગાર્ડનની કેટલીક પ્રાકૃતિક નયનરમ્ય તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે.
પ્રસ્તુત તસવીરમાં એક વૃક્ષની ડાળી જોવા મળે છે. જેની ક્લીક ખૂબ જ સુંદર એંગલ અને પ્રકાશના સંયોજનથી લેવામાં આવેલી છે. આ તસવીર ફક્ત ડાળખીની સુંદર પ્રાકૃતિક અવસ્થાને તો વ્યક્ત કરે જ છે સાથો સાથ એમાં નિપૂણ ફોટોગ્રાફીરની કાવ્યાત્મકતા પણ ઉમેરાઈ છે.