યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લો

ભલે છીન લો મુઝસે મેરી જવાની

મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન

વોહ કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની

-સુદર્શન ફાકીર

 

 

વ્યક્તિગત વિકાસમાં અને એક માનવીના ઘડતરમાં તેનું બાળપણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. આ સમયગાળો ખરેખર આહલાદક, રમતિયાળ અને નિરપરાધીપણાનો હોય છે પરંતુ તેમાંથી મોટાભાગનો સમય રમવાનો અને ભમવાનો હોય છે અને તે શોધવાનો કે ક્યારે અને કેવી રીતે આપણા પદચિહ્નો આપણને વિકાસના પગેરા તરફ લઈ જાય છે.

દરેક લોકો પાસે પોતાના બાળપણની ખાટી-મીઠી યાદો હોય છે, જો આપણે ભૂતકાળની બારી ખોલીએ તો આપણા ચહેરા પર સ્મિત લાવવા માટે ઠંડો પવન આપણને ગલીપચી કરી જાય છે.

પ્રથમ તસવીર અફઘાનિસ્તાનની છે જ્યાં કાબુલના બહારીક્ષેત્રોમાં અફઘાની બાળકીઓ પોતાના નિર્દોષ બાળપણનો આનંદ માણી રહી છે.

11બીજી તસવીર નેપાળનાં કાઠમંડુમાં દશેરા તહેવારના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ હીંચકા પર એક બાળકી હીંચકો ખાઈ રહી છે. જ્યારે તેના અન્ય મિત્રો, હીંચકો ખાવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈને ઊભા છે. નેપાળના હિન્દુઓમાં દશેરા ખૂબ જ મહત્ત્વનો ધાર્મિક તહેવાર છે. જે દેવોની દાનવો પર જીત થયાની યાદમાં ઉજવવામાં આવે છે.