(એજન્સી)
બેઈજીંગ, તા.૩૦
ચીનમાં શનિવારે પેસેન્જર કોચ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ૧૮ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૪ ઘવાયા હતા. આ ઘટના પાટનગર બેઈજીંગના દક્ષિણ પ્રાંત હુતાનમાં બની હતી. અકસ્માતના દૃશ્યો પરથી દેખાતું હતું કે બન્ને વાહનો ભારે ક્ષતિગ્રસ્ત બન્યા હતા. એક વાહન ડિવાઈડરને ટકરાતાં અકસ્માત થયો હતો. ચીનમાં નબળા વાહનો અને થાકેલા ડ્રાઈવરોના કારણે અકસ્માતો વધી રહ્યા છે. સલામતીના વ્યાપક પગલાં લેવાયા હોવા છતાં દર વર્ષે વાહન અકસ્માતોમાં ર લાખ ૬૦ હજાર ચીનાઓ મોતને ભેટે છે. જેમાં પદયાત્રીઓ બાઈકસવારો, સાયકલ સવારોનો પણ સમાવેશ થાય છે. વિશાળ ચીની દેશમાં ટ્રેન-પ્લેન કરતાં બસમાં લાંબી મુસાફરી સસ્તી છે.