(એજન્સી) તા.૧૫
એન્ટાર્કટિકામાં બધું ચૂપચાપ ચાલી રહ્યું હતું હવે ખબર પડી છે કે ચીન સોલર પાવર બની ચૂક્યું છે. આ ઉનાળામાં મુખ્ય સફળતામાં રશિયાના સાબેટા બંદરથી લિક્વિફાઇડ નેચરલ ગેસનું (એલએનજી) એક શીપમેન્ટ જીયાંગસુમા રુદોંગના ચીની બંદરે મોકલવામાં આવ્યું હતું. ૧૭૨૦૦૦ ઘન મીટર કરતા વધુ કાર્ગો ક્ષમતા ધરાવનાર બે એલએનજી ટેન્કર વ્લિાદિમીર રુસાનો અને એડુઆર્ડટોલ ચીન જેને પોલર સિલ્ક રોડ કહે છે તે નોર્ધન સી રુટ દ્વારા કોઇ પણ જાતના આઇસમેકર એસ્કોર્ડ વગર માત્ર ૧૯ દિવસમાં પહાેંચી ગયું હતું. જો સુએઝ કેનાલ થઇને પરંપરાગત પૂર્વીય રુટ પર જવામાં આવે તો ૩૫ દિવસ લાગે છે. ચીનની આકર્ટીક પોલિસી પર ૨૬ જાન્યુ.ના રોજ સ્ટેટ કાઉન્સિલ ઇન્ફર્મેશન કાર્યાલય દ્વારા પ્રથમ સત્તાવાર શ્વેતપત્ર જારી કરવામાં આવ્યું હતું કે જેમાં ચીન હવે લગભગ આર્કટિક સ્ટેટ બની ગયું છે. તેમાં જણાવાયું હતું કે ચીન પોલર સિલ્ક રુટ અથવા બ્લુ ઇકોનોમિક પેસેજનું નિર્માણ કરવા સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માગે છે કે જે આર્કટિક સમુદ્રનેં યુરોપ સાથે જોડે છે. સિલ્ક રોડ ઓન આઇસ પર ડિસે.૨૦૧૫માં ચીન અને રશિયાની સરકારના વડાઓની એક બેઠક મળી હતી જેમાં આર્કટીક નેવિગેશનમાં સરકારની હિમાયત કરવામાં આવી હતી. પ્રથમ વખત એક સંયુક્ત નિવેદન જારી કરાયું હતું કે બંને પક્ષો આ એક સ્પર્ધાત્મક વાણિજ્ય સમુદ્ર માર્ગમાં રશિયા આર્કટિક કોસ્ટ પર નોર્ધન સી રુટ વિકસાવવા સાથે મળીને કામ કરશે. ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિક રુટ થઇને માલસામાનનું પરિવહન કરવાનું વધુ સરળ બન્યું છે જેના કારણે હવે જોખમી મુલાકાત સ્ટેટ પર બહુ આધાર રાખવો પડતો નથી. આમ ચીન અને રશિયા સાથે મળીને આર્કટિક ઊર્જા સંસાધનો વિકસાવવા માગે છે અને અમેરિકાએ આ માટે તેને મંજૂરી નહીં આપી હોવા છતાં પણ તેઓ આ પ્રોજેક્ટમાં અટકશે નહીં.