(એજન્સી) બેજિંગ, તા. ૧૭
ચીની સરકારી માલિકીના મીડિયામાં એવી ખબર છે કે ચીન નિર્ધારીત સમયમર્યાદા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૨ બિલિયન ડોલરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટને પુર્ણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. ઝેલમ નદી પર કારોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટને બાંધવામાં આવી રહ્યો છે. ગત વર્ષે આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થયું હતું. શરૂઆતમાં તેની માલિકી ચીની કંપનીની હશે ત્યાર બાદ તેને પાકિસ્તાન સરકારને સોંપી દેવામાં આવશે. ભારતે આ પ્રોજેક્ટનો સતત વિરોધ કર્યો છે. કંપનીએ એક બયાનમાં કહ્યું કે આ પ્રોજેક્ટને કારણે પાકિસ્તાનની વીજળી જરૂરિયાતો પૂર્ણ થઈ રહેશે અને તેનાથી રોજગારીની સમસ્યાનું પણ સમાધાન આવશે. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે આ પ્રોજેક્ટ વિવાદીત કાશ્મીરમાં હોવાને કારણે ભારત અવારનવાર તેનો વિરોધ કરતું રહ્યું છે. પરંતુ તેને કારણે ચીન અને પાકિસ્તાનના સહકાર પર કોઈ અસર નહીં પડે. કારણ કે અમારો સંબંધ વણતુટ્યો છે. ચીન-પાકિસ્તાન કોરિડોર પાછળ ચીને ૫૪ બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે અને તે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. ઘણા સમયથી ભારત અને ચીન ડોકલામ વિસ્તારના ુમુદ્દે વાદ-વિવાદ કરી રહ્યા છે. લખનઉની મુલાકાતે આવેલા રાજનાથે કહ્યું કે ડોકલામ વિવાદનો ઉકેલ આવી ગયો છે અને હવે ભારત અને ચીન વચ્ચે કોઈ વિવાદ નથી ભારતે ચીનના આ પ્રોજેેક્ટનો ભારે વિરોધ કર્યો છે. અને મે મા બેજિંગ યોજાયેલા શિખર સંમેલનમાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચીન પાકિસ્તાનમાંથી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.