(એજન્સી) જીનિવા, તા.૧૪
ચીન શિંજીયાંગ રાજ્યમાં વસતા મુસ્લિમોની સાથે દુર્વ્યવહાર નથી કરી રહ્યું. કટ્ટરપંથીને અટકાવવા માટે ત્યાં લોકોને તાલીમ આપવામાં આવી રહી છે. ગુરૂવારે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન માનવાધિકાર મામલાઓ સાથે સંબંધિત અધિકારીએ કોમ્યુનિસ્ટ સરકાર તરફથી આ સ્પષ્ટતા કરી હતી. મોટી સંખ્યામાં ઉઈગર મુસ્લિમોને કસ્ટડીમાં રાખવાના મુદ્દે કેટલાક સમયથી અહીંની સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયના વિરોધમાં સામનો કરી રહી છે. અમેરિકાનું તંત્ર પણ માનવાધિકારના ઉલ્લંઘનમાં કથિત રીતે સંબંધિત અધિકારીઓ અને કંપની પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. આ દરમ્યાન સ્ટેટ કાઉન્સિલ ઈન્ફોર્મેશન ઓફિસના માનવાધિકાર બ્યુરોના નિર્દેશક લી જીયોજુને જણાવ્યું કે આ દુર્વ્યવહાર નથી. અમે તેમને તાલીમ આપીને કટ્ટરપંથ ફેલાવવાથી રોકી રહ્યા છીએ. જ્યારે યુરોપિય દેશ તેમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે. તેને સૌથી શ્રેષ્ઠ પદ્ધતિના માનવામાં આવે તો પણ આ ઈસ્લામિક અને ધાર્મિક કટ્ટરપંથના ઉકેલનો જરૂરી માર્ગ છે.
તેમણે આ પણ જણાવ્યું કે ચીનની દૃષ્ટિએ ઈસ્લામ સારૂં છે પરંતુ ઈસ્લામિક કટ્ટરપંથ માનવતાનો શત્રુ છે. સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક અને અન્ય દેશોમાં તેનું ઉદાહરણ જોઈ શકાય છે.