(એજન્સી) બેજિંગ, તા. ૪
ચીની લશ્કરની વેબસાઈટ પર એવી ચેતવણી આપવામાં આવી છે કે જો જો સિક્કીમ વિવાદે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ભારતીય લશ્કરનો હાથ ઉપર રહેશે નહીં. ચીનના એક વિશેષજ્ઞ દ્વારા લખવામાં આવેલા લેખમાં એવું જણાવવામાં આવ્યું છે જો ભારત ચીનની વાત સાંભળશે નહીં તો ચીનને તેની લશ્કરી તાકાતનો ઉપયોગ કરવો પડશે. ડોકલામમાં બન્ને દેશો વચ્ચે પડેલી મઠાગાંઠનું આ ત્રીજું અઠવાડિયું છે. ચીનું સરકારી મીડિયા અને થિંક ટેન્કે તો ત્યાં સુધી કહી નાખ્યું છે કે જો બન્ને દેશોની વચ્ચે પેદા થયેલા વિવાદને યોગ્ય રીતે હલ નહી કરવામાં આવે તો યુદ્ધ પણ થઈ શકે છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં શંઘાઈ એકેડમી ઓફ સોશિયલ સાઈન્સના રિસર્ચ ફેલો ઝિયોંગે એવું કહ્યું કે ચીન ભારતને સમજાવવાની દરેક કોશીશ કરી રહ્યું છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયાના વડાએ એવું કહ્યું કે ભૂતકાળમાં પણ ભારતનો હાથ કદી પણ અદ્ધર રહ્યો નથી. અને આજે જ્યારે છેલ્લા કેટલાક દશકાઓમાં ચીની લશ્કરે અનેક પ્રકારની પ્રગતિ હાંસલ કરી છે તેને ધ્યાનમાં લેતા યુદ્ધ થાય તો ભારતનો હાથ કદી પણ અધ્ધર રહેશે નહીં. ઝુયાંગે એવો દાવો કર્યો કે ભારત ચીનને એટલા માટે ઉશ્કેરી રહ્યુંમ છે કે કારણ કે તે વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસના સમય દરમિયાન ટ્રંપની સામે એવું સાબિત કરવા માંગતા હતા કે ભારત ચીન સાથે ટક્કર લેવાની તાકાત ધરાવે છે. તેમણે કહ્યું કે ટ્રંપ ઓબામા જેવા નથી. તેમણે કહ્યું કે ઓબામા એવું માનતા હતા કે ભારત તેમને માટે મહત્વનું છે કારણ કે બન્ને દેશોના મૂલ્યો એક જેવા છે. પરંતુ ટ્રંપ વધારે વ્યવહારૂ છે. તેઓ ભારતને એક મહત્વપૂર્ણ સાથી તરીકે જોતા નથી. કારણ કે તેમની નજરમાં ભારત ચીન સાથે ટક્કર લઈ શકે તેમ નથી. ચીની વિશેષજ્ઞે આગળ લખ્યું કે જેઓ ભારતમાં હજુ પણ ટકરાવનું સમર્થન કરી રહ્યાં છે તેમને સારી રીતે ખબર હોવી જોઈએ કે જો સિક્કીમ વિવાદનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં નહીં આવે તો ચીનને તેની લશ્કરી તાકાતનો ઉપયોગ કરવાની ફરજ પડશે.