(એજન્સી) તા.ર૧
સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે ચાઈનીઝ સરકારે ઈસ્લામ વિરૂદ્ધ પક્ષપાત થતો અટકાવવા ચાઈનીઝ ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓ દ્વારા ‘‘ઈસ્લામોફોબિક’’ શબ્દો પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનમાં આશરે ર૧ મિલિયન મુસ્લિમો વસે છે. હાલ ચીનમાં ઈસ્ટ તર્કીસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. પ્રતિબંધને કારણે ઈસ્લામ માટે પ્રયોજતા શબ્દ ‘‘ગ્રીન રિલિજઅન’’ અને ‘‘પીસ રિલિજઅન’’ માટે સર્ચ એન્જિનમાં કોઈ પરિણામ દર્શાવવામાં આવતું નથી. ચીનમાં ૭૦૦ મિલિયનથી વધુ ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે. બેઈજીંગ મિન્ઝુ યુનિવર્સિટીના એક પ્રોફેસરે કહ્યું કે આવા નફરત ફેલાવતા શબ્દો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. આ પ્રતિબંધ લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખલેલ નથી પહોંચાડતો. સત્તાવાર રીતે ચીન નાસ્તિક રાષ્ટ્ર હોવા છતાં તેણે પોતાના નાગરિકોને તેમનો ધર્મ પાળવાનો સંપૂર્ણ હક આપ્યો છે. આ વર્ષે સરકાર દ્વારા ૧ર,૮૦૦ મુસ્લિમોને હજયાત્રા માટે મક્કા જવા મદદ કરાઈ હતી તેમજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી માટે શેરીઓ બંધ કરવામાં આવી હતી.