(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
ક્ષેત્રીય સંબંધનો મજબૂત કરવા માટે ચીનના રાજદૂતે ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે બિનસત્તાવાર રીતે શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)થી અલગ આવી મંત્રણાની વાત કરવામાં આવી હતી જેમાં ભારત, ચીન ઉપરાંત પાકિસ્તાન પણ સામેલ હોય. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પાર આતંકવાદને કારણે પાછલા ઘણા સમયથી તંગદિલી છે જેની દ્વીપક્ષીય સંબંધો પર ઘેરી અસર પડી છે. આવા સમયે ચીન તરફથી ક્ષેત્રીય સહયોગ વધારવા માટેની પહેલ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં ભારત-ચીનના સંબંધો અંગે આયોજિત એસ સેમિનારમાં લુ ઝુઓહુઇએ કહ્યું હતું કે, કેટલાક ભારતીય મિત્રોએ સલાહ આપી છે કે, ભારત, ચીન અને પાકિસ્તાન વચ્ચે એસસીઓથી અલગ એક ત્રિપક્ષીય સંમેલન હોવું જોઇએ, આ એક સકારાત્મક વિચાર છે. ઉલ્લેખનીય છે કે, સેમિનારનો વિષય ‘વુહાનથી આગળ : ભારત અને ચીનના સંબંધો કેટલી ઝડપથી આગળ વધી શકે છે’ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વુહાન શહેરમાં એપ્રિલ મહિનામાં મુલાકાત પર આધારિત હતું. લુએ જણાવ્યું કે, ચીન, રશિયા અને મોંગોલિયા વચ્ચે આજ પ્રકારની મંત્રણા થઇ હતી. મને એવું કોઇ કારણ દેખાતું નથી કે, ભારત, પાકિસ્તાન અને ચીનમાં એવું કાંઇ ના થઇ શકે. તેમણે કહ્યું કે, સરહદો પર શાંતિ દરેક દેશોના હિતમાં છે. ભારત, ચીન, ભૂતાન ટ્રાઇજંકશન અંગે પાછલા વર્ષે ૭૩ દિવસો સુધી ચાલેલી મડાગાંઠના સંદર્ભમાં તેમણે કહ્યું કે, અમે ફરીવાર ડોકલામની ઘટનાનું પુનરાવર્તન કરી શકીએ નહીં.આવા સમયે સરહદ પાર શાંતિ જાળવી રાખવા માટે તમામે મળીને પ્રયાસ કરવા જોઇએ. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, આવા વિવાદો પર એક પારસ્પરિક સ્વીકાર્ય સમાધાનની જરૂર છે.

ભારત, ચીન, પાકિસ્તાન ત્રિપક્ષીય મંત્રણાની સલાહને કોંગ્રેસે વખોડી

ચીન, ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય શિખર મંત્રણાની ચીનના રાજદૂતની સલાહને કોંગ્રેસે વખોડી કાઢી હતી.આ પહેલાચીનના રાજદૂતે ત્રણ દેશોની મંત્રણાની સલાહ આપી હતી. ચીનના રાજદૂત લુ ઝુઓહુઇએ ક્ષેત્રીય સંબંધનો મજબૂત કરવા માટે ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે બિનસત્તાવાર રીતે શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)થી અલગ આવી મંત્રણાની વાત કરવામાં આવી હતી જેમાં ભારત, ચીન ઉપરાંત પાકિસ્તાન પણ સામેલ હોય. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પાર આતંકવાદને કારણે પાછલા ઘણા સમયથી તંગદિલી છે જેની દ્વીપક્ષીય સંબંધો પર ઘેરી અસર પડી છે.