(એજન્સી) બીજીંગ,તા.૨૧
ચીનની ઐતિહાસિક મહાન દીવાલ ‘ગ્રેટ વોલ’ પર વધતી તોડફોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ૩૦૦થી વધુ અત્યાધુનિક કેમેરા લગાવ્યા છે. ચાઇના રેડિયો ઇન્ટરનેશનલ અનુસાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બે પ્રમુખ પગલાં લેવામાં આવ્યા છે જેમાંથી એક કેમેરા લગાવવાનું પગલું પણ છે. આ ઉપરાંત પેટ્રોલિંગ ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે વોલ પર અંગ્રેજી અને કોરિયાઇ ભાષામાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા છે જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો હતો. જો કે આ મહાન દીવાલ સાથે આવી ઘટના ઘટવી એ નવાઇની વાત નથી.