(એજન્સી) બેઈજીંગ, તા.ર૧
ચીન પોતાની નેવીની શક્તિ વધારી રહ્યો છે. પોતાની નેવીમાં એમણે અતિઆધુનિક પરમાણુ હથિયારોનું વહન કરી શકે અને પરમાણુ હુમલો કરી શકે એ પ્રકારની સબમરીન પોતાની નેવીમાં સામેલ કરી છે. ચીનની નેવીમાં આ ૬૯મી સગવડોભરી પરમાણુ સબમરીન છે. સરકાર દ્વારા અધિકૃત રીતે ચલાવાતા અખબારમાં ઉપરોકત સમાચારો છપાયા હતા જેમાં અધિકારીએ સબમરીન બાબતે માહિતી આપી છે. જો કે, નિષ્ણાતો જણાવે છે કે, આ અત્યાધુનિક સબમરીન રાઈપ ૦૯૬ નહીં હોઈ શકે જે ચીનની આગામી સબમરીન બનાવવામાં આવી રહી છે. આ સબમરીન ટાઈપ ૦૯૩ અથવા ૦૯૪ હોઈ શકે છે પણ બેલાસ્ટિક સબમરીન ટાઈપ ૦૯૬ નહીં હોઈ શકે કારણ કે એ ખૂબ જ આધુનિક સબમરીન છે જે હાલમાં પૂર્ણ બની નથી. આ સબમરીન ર૦ર૦ સુધી બનીને તૈયાર થશે. પરમાણુ સબમરીન જેને પરમાણુ શક્તિ ધરાવતી બેલાસ્ટિક મિસઈલ સબમરીન પણ કહેવાય છે એની ઉપયોગ હુમલાના બીજા વિકલ્પ તરીકે કરી શકાય છે. જ્યારે દુશ્મન દેશે કોઈ દેશની જમીનને સંપૂર્ણપણે નષ્ટ કર્યો હોય તે વખતે સબમરીનને દરિયામાં ઊભી રાખી એના ઉપરથી હુમલાઓ કરી શકાય છે. આ હુમલાઓ એટલા જ શક્તિશાળી હોય છે જે રીતે એ જમીન ઉપરથી કરાયા હોય. સબમરીનોને વિવિધ સ્થળોએ પણ ગોઠવી શકાય છે. ચીનના લશ્કરમાં જે રીતે જમીની, હવાઈ દળોનો મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ નેવીને પણ આપવામાં આવેલ છે. નેવીની ક્ષમતા વધારવા ચીન બધા પ્રયાસો કરી રહ્યો છે.