(એજન્સી) પણજી તા. ૨૬
ગોવા પોલીસે કોલ્વામાં ગેંગરેપ મામલે શનિવારે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક ફરાર છે. ત્રણેય આરોપીઓ ઇન્દોરના રહેવાસી છે અને તેમના પર શુક્રવારે ૨૦ વર્ષીય એક છોકરીને લૂંટવા અને તેનો ગેંગરેપ કરવાનો આરોપ છે. પીડિતા શુક્રવારે પોતાના બોયફ્રેન્ડ સાથે કોલ્વા બીચ પર ફરી રહી હતી. ત્યારે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે, અમે સંજીવ ધનજય પાલ અને રામ સંતોષ ભારિયાની ધરપકડ કરી છે. બંને ઇન્દોરના રહેવાસી છે. અમે ત્રીજા આરોપીને પકડવા માટે ટીમ બનાવી છે, ત્રીજો વ્યક્તિ પણ ઇન્દોરનો રહેવાસી છે. આ લોકો અહીંયા ગોવા ફરવા આવ્યા હતા. ગોવાની પાસે રહેનારી પીડિતાએ આ પણ આરોપ લગાવ્યો કે આરોપીઓએ તેની સાથે કથિત ગેંગરેપ કર્યાનો વીડિયો પણ ઉતાર્યો અને પોલીસમાં ફરિયાદ ન કરવાને લઈ પીડિતાને બ્લેકમેઇલ પણ કરી હતી. પોલીસે જણાવ્યું કે, મેડિકલ તપાસમાં રેપની પુષ્ટિ થઈ છે. કોલ્વા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ૈંઁઝ્ર ધારા ૩૭૬ (રેપ) અને ૩૯૪ (લૂંટ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.