(એજન્સી) વોશિગ્ટન, તા. ૮
ફ્લાયર દ્વારા આતંકવાદી ગણવામાં આવેલા શીખ વ્યક્તિ રવિન્દર ભલ્લાને અમેરિકી શહેરના મેયર બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. ભલ્લા ન્યૂજર્સીમાં હોબોકન શહેરના મેયર પદે ચૂંટાઈ આવ્યાં છે. સાત વર્ષથી પણ વધારે સમયથી શહેરની કાઉન્સિલના સભ્ય રહેલા ભલ્લાએ મંગળવારે થયેલી ચૂંટણીમાં મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. મેયર ડોન ઝિમરે જુનમાં ફરી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. અને તેમણે ભલ્લાને સમર્થન આપ્યુ હતું. રવિન્દર ભલ્લા ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. ૪ નવેમ્બરના રોજ ફ્લાયરની એક તસવીરને ટ્‌વીટ કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો. હોકોબેનના નાગરિકોએ તેમની ચૂંટણી જીત માટે કરોડો ડોલર ચુકવવા પડશે. ફ્લાયરે ભલ્લાની તસવીર નીચે લાલ અક્ષરોમાં એવું પણ સૂત્ર આપ્યું હતું કે આપણા શહેરમાં આતંકવાદનો પગપેસારો ન કરવા દેશો. ભલ્લાએ તેમના ટ્‌વીટમાં કહ્યું કે અલબત્ત, આ એક આઘાતજનક છે પરંતુ અમે નફરતને પકડ જમા દઈશું નહીં. ભલ્લાને કંઈ પહેલી વાર આતંકવાદી ગણવામાં આવ્યાં નથી આ પહેલા પણ ન્યૂજર્સિ શહેરના એક નાગરિકે ટ્‌વીટ કરતાં લખ્યું હતું કે હોકોબેનના નાગરિકોએ આ યુવાનને કેવી રીતે શહેરનો મેયર બનાવી શકે. આ નાગરિકને અમેરિકામાં આવવા દેવાની જરૂર નહોતી. આતંકવાદી. ભલ્લાની ચૂંટણી જીતને સોશિયલ મીડિયા પર આવકારવામાં આવી.