વઢવાણ, તા.૧૮
હાઈવે ઉપર ચાલુ વાહનોના રસ્સા-તાડપત્રી કાપી કિંમતી મુદ્દામાલની ચોરી કરતી ગેડિયા ગેંગના એક સાગરિતને મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યો છે.
પોલીસને બાતમી મળેલ કે, ગેડિયા ગેંગના વસીમ બિસ્મિલાખાન જતમલેક તથા હઝરત અનવરખાન જતમલેક તથા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક તથા શરીફ અલારખા ડફેર તથા રસુલ નથુ ડફેર તથા અલી નથુ ડફેર તથા જશો કાળુ સોયા રહે. તમામ ગેડિયા તથા મહમદ માલાજી જતમલેક તથા સીરાજ રહીમખાન જતમલેક તથા હરપાલસિંહ ઉર્ફે કાળુભા બટુકસિંહ ઝાલા એમ તમામે સાથે મળી હાઈવે ઉપર રાત્રીના સમયે ચાલુ વાહનોના રસ્તા-તાડપત્રી કાપી ઘરવપરાશ તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરીક રી મેળવેલ તે મુદ્દામાલ લખતર તાલુકાના ઈગરોડી ગામે અયુબ ઉર્ફે ઈબો રહેમતખાન જતમલેક તથા મહમદ માલાજી જતમલેકના રહેણાંક મકાનમાં તથા ચોરીમાં ઉપયોગ કરેલ વાહનો પૈકી સફેદ એક્ય-યુ.વી. ગાડી ઈબાના વાડામાં સંતાડીને રાખેલ છે તેમજ રાખોડી કલરની ઈનોવા ગાડી હરપાલસિંહ ઉર્ફે કાળુભા બટુકસિંહ ઝાલાના વાડામાં સંતાડીને રાખેલ છે. જે બાતમીના આધારે ઈગરોડી ગામે છાપો મારી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.