(એજન્સી) લખનૌ, તા.ર૧
ભાજપના પ્રમુખ અમિત શાહે યુપીની મુલાકાત લીધા પછી બીજા દિવસે ભાજપની સહયોગી પાર્ટી ભારતીય સમાજપાર્ટી અને ભાજપ વચ્ચે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. યુપી ભાજપના પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેએ ભારતીય સમાજપાર્ટીના નેતા કૈલાસ સોનકરને જાહેરમાં ચોર કહ્યા હતા. સોનકરે આ માટે કોર્ટ કાર્યવાહીની ધમકી આપી હતી. વારાણસી નજીક સોનકરના મત વિસ્તાર અજીગરા ખાતે એક કેન્દ્રીય યોજવાનું ખાતમૂહર્ત કરતા યુપી ભાજપના પ્રમુખ મહેન્દ્ર પાંડેએ કહ્યું કે આધારશીલા પર કોઈપણ ધારાસભ્યનું નામ લખવું ન જોઈએ, સોનકર ચોર છે. પાંડેએ કહ્યું કે સોનકરે ગરીબોને લૂંટ્યા છે. લોકોએ સોનકર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. અમે ભ્રષ્ટાચાર સહન નહી કરીએ, ચૂંટાયેલા સભ્યનું આ કર્તવ્ય નથી. સોનકરે કહ્યું કે આવા શબ્દો પાંડેએ કેમ ઉચ્ચાર્યા તે સમજાતું નથી. જેઓ ઉદ્‌ઘાટનમાં હાજર ન હતા. તે માટે કાનૂની કાર્યવાહી કરીશું. ભાજપે ભારતીય સમાજપાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ભારતીય સમાજ પાર્ટીને ચાર બેઠકો મળી છે. યોગી સરકારના મંત્રી અને ભારતીય સમાજપાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે આરોપ મૂક્યો છે કે તેમની સાથે વહીવટી ચર્ચા કરાતી નથી. માર્ચમાં અમિત શાહ રાજભરને મળ્યા હતા અને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના ઘણા ગઠબંધનદળો જેવા કે અકાલીદળ, જદયુ (નિતીશકુમાર)એ તેમની સાથે સારા વર્તાવની અપેક્ષા રાખી છે. શિવસેનાએ કહ્યું છે કે તે હવે એનડીએનો ભાગ રહી નથી. ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ (એનડીએ) સાથે છેડો ફાડી નાંખ્યો છે. યુપીમાં એનડીએની એકતા સામે ખતરો પેદા થયો છે. ભાજપની કૈરાના, નુરપુરની ચૂંટણીઓમાં હાર થઈ છે. ઓગસ્ટમાં ભાજપે કેશવપ્રસાદ મૌર્યના સ્થાને પાંડેને પ્રદેશપ્રમુખ બનાવી બ્રાહ્મણ વોટ મેળવવા કોશિશ કરી છે. યોગી મુખ્યમંત્રી બનતાં બ્રાહ્મણો નારાજ થયા હતા.