સુરત, તા. ૩૦
સુરત શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી રહ્યા છે. સુરત શહેરના સારથાણા અભિનંદન રેસિડેન્સીની ત્રણ દુકાનો અને ડીડોલી-નવગામ ગરનાળા પાસેના ગોડાઉનમાંથી તસ્કરો ૧.૦૭ લાખની મતા ચોરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.
ગત તા. ૨૯મીના રોજ અજાણ્યા તસ્કરોએ અભિનંદન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં આવેલી દુકાન નં. ૧૯, ૨૧, ૨૩માંથી રોકડા રૂપિયા હોમ થિયેટર, એલઈડી ટીવી મળી કુલ્લે રૂપિયા ૪૭૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે દકુભાઈ ધનજીભાઈ ગોઠડિયાશ્વએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સાથે ત્રણ-ત્રણ દુકાનમાં ચોરીની ઘટના બનવા પામતા રાત્રિ સમયશ્વે કરાતી પોલીસ પેટ્રોલિંગ બાબતે પણ શંકા-કુશંકા ઉદ્‌ભવવા પામી છે. જ્યારે બીજા બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના જીવલી ગામના વતની અને હાલમાં ઉધના અરીહંત કોમ્પ્લેક્ષની બાજુમાં રહેતાં રાજબહાદુર શંકર શુકલા એક વેપારી છે અને તેમું ભંગારનું કારખાનું ડીંડોલી નવાગામ ગરનાળાની બાજુમાં આવેલું છે. ગત તા.૨૮મી જૂનના રોજ ભંગારના કારખાનાનું તાળુ તોડી અંદર પ્રવેશી રૂ.૭૦ હજારની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ભંગારના વેપારીએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોદ્વધાવતા પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરી સાહેદોના નિવેદનો નોંધાવાના ચક્રોગતિમાન કર્યા હતા.