(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
શહેરના લંબે હનુમાન રોડ ઉપર ચપ્પુની અણી ચેઈન ખેંચી પાકીટની લૂંટ કરી ભાગતા છ જણાનો વેપારીએ રાહદારી સાથે મળી સામનો કરી છ જણાં પૈકી બે જણાને ઝડપી પાડયા હતા. આ ઘટનામાં ફરિયાદીને વેપારીને લૂંટારૂ ટોળકીએ ચપ્પુના ઘા ઝીંક્યાં હતા.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભરૂચના કસક વિસ્તારમાં રચના પાર્ક કોલોનીમાં રહેતા વેપારીએ નવીનચંદ્ર બીપીનભાઈ વસાવા પોતાના મિત્ર મયંક સાથે લંબેહનુમાન રોડ લાભેશ્વર મંદિરથી આગળ પસાર થતા હતા ત્યારે બે એક્ટિવા ઉપર આવેલા છ અજાણ્યા યુવકોએ એકે ચપ્પુ ઉગામી ફરિયાદી નવીનચંદ્રની સોનાની ચેઈનની ચિલઝડપ કરવા જતા ફરિયાદીએ પ્રતિકાર કર્યો હતો. જેથી આરોપીઓ ફરિયાદીને જાંઘના ભાગે ચપ્પુ મારી દઈ ફરિયાદીના મિત્ર મયંકના ગળે ચપ્પુ મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂ. ૧૬૦૦ સહિતનું પાકિટની લૂંટ કરતા ફરિયાદીએ બૂમાબૂમ કરતા બે મોટર સાઈકલ સવાર રાહદારી જશુભાઈ મહેશભાઈ સહિતના દોડી આવ્યા હતા. અને ભાગતા લૂંટારૂઓ પૈકી ભરત રવિ વસાવા (રહે. સહયોગ એપાર્ટમેન્ટ, અમરોલી), કમલેશ ભરત વંદરા (રહે. અમરોલી) ઝડપી પાડયા હતા. જ્યારે બાકીના રોહિત ઉર્ફે છોટા જાલીમ રાજપૂત, હિમાંશુ ઉર્ફે પોપટ, પ્રશાંત ઉર્ફે ટકલા સંતોષ ચૌધરી, વિશાળ શાહુ ભાગી છૂટયા હતા. વરાછા પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.