(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૦
જામનગર ખાતે ધરાનગરમાં રહેતા ઈલ્યાસ અકબર સમેજાની ટ્રક જે પ્લાસ્ટિકના દાણા ભરી ગત તા. ૬-૧૦-૨૦૧૮ની રાત્રે ૧૦ઃ૩૦ કલાકે રાજકોટ બાયપાસ ઉપર આવેલા ચામુંડા રેસ્ટોરન્ટ પર ચા-નાસ્તો કર્યા બાદ ચાલક ઈલ્યાસભાઈ ટ્રક લઈને નીકળ્યા હતા. જે કીંખલોડ કીસ્મત કાઠિયાવાડી પાસે ટ્રક ઊભી રાખી હતી. જે રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ ટ્રકની પાછળ બાંધેલ તાડપત્રી કાપી ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાની ૨૪ બેગ ૬૦૦ કિલો વજનની કિં.રૂા. ૬૦ હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે ઈલ્યાસભાઈએ તાડપત્રી કાપેલી જોતાં તપાસ કરતા ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈલ્યાસભાઈ અકબરબાઈ સમેજાની ફરિયાદના આધારે ઈપીકો કલમ ૩૭૯ મુજબ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ : ટ્રકની તાડપત્રી કાપી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરી તસ્કરો ફરાર

Recent Comments